EPIDEMIOLOGY AND DISEASE CYCLE
- Mar 12
- 5 min read
EPIDEMIOLOGY AND DISEASE CYCLE
Introduction
Community health nursing માં disease prevention અને health promotion માટે Epidemiology ખૂબ મહત્વપૂર્ણ discipline છે.
Epidemiology દ્વારા community માં disease કેવી રીતે distribute થાય છે, કયા factors disease development માટે જવાબદાર છે અને disease control માટે કયા measures લેવાના તે સમજવામાં મદદ મળે છે.
Epidemiology માત્ર disease study નથી પરંતુ health related events નું scientific investigation છે. તે population level પર health problems ને સમજવા અને control કરવા માટે ઉપયોગી છે.
Public health programmes, vaccination campaigns, disease surveillance system અને outbreak investigation માટે epidemiological principles નો ઉપયોગ થાય છે.
Definition of Epidemiology
Epidemiology શબ્દ Greek languageમાંથી આવ્યો છે.
Epi = upon
Demos = people
Logos = study
અર્થાત્ લોકોમાં થતા disease નું study.
WHO Definition
"Epidemiology is the study of distribution and determinants of health related states or events in specified populations and the application of this study to the control of health problems."
Epidemiology એટલે population માં disease અને health related conditions નું distribution અને causes study કરીને health problems control કરવાનું વિજ્ઞાન.
Definition
Epidemiology is the study of frequency, distribution and determinants of disease in man.
Aims and Objectives of Epidemiology
Epidemiology ના મુખ્ય aims નીચે મુજબ છે:
1. To describe distribution of disease
Population માં disease કેટલો થાય છે, ક્યાં થાય છે અને ક્યારે થાય છે તે સમજવું.
Distribution study ત્રણ main factors પર આધારિત છે:
Person
Place
Time
2. To identify causes and determinants
Disease development માટે જવાબદાર factors શોધવા.
આમાં biological, environmental અને social determinants નો સમાવેશ થાય છે.
3. To study natural history of disease
Disease exposure થી લઈને recovery અથવા death સુધીના process નું study.
4. To evaluate health services
Health programmes અને medical interventions effective છે કે નહીં તે assess કરવું.
5. To provide data for health planning
Health planning અને policy making માટે epidemiological data જરૂરી છે.
6. To control and prevent disease
Disease prevention strategies develop કરવામાં મદદ કરે છે.
Basic Concepts in Epidemiology
Epidemiology સમજવા માટે કેટલાક important concepts હોય છે.
1. Disease
Disease એટલે body structure અથવા function માં disturbance.
2. Health related events
Disease સિવાય disability, injury, nutritional disorders વગેરે પણ health eventsમાં આવે છે.
3. Population
Epidemiology individual patient કરતાં population group પર focus કરે છે.
4. Risk factors
Risk factor એટલે એવું condition અથવા exposure જે disease થવાની probability વધારશે.
Epidemiological Triad
(Agent – Host – Environment Concept)
Disease development માટે three essential factors હોય છે.
Agent
Host
Environment
આ ત્રણ factors વચ્ચે interaction થાય ત્યારે disease develop થાય છે.
1. Agent Factor
Agent એટલે disease cause કરનાર factor.
Agent વગર disease development શક્ય નથી.
Agents ના મુખ્ય પ્રકાર:
Biological agents
Microorganisms જેમ કે bacteria, virus, parasites વગેરે.
Chemical agents
Toxic chemicals, pollutants, pesticides, heavy metals વગેરે.
Physical agents
Heat, cold, radiation, noise, trauma વગેરે.
Nutritional agents
Deficiency અથવા excess of nutrients.
Mechanical agents
Injury અથવા trauma જેવા factors.
Agent ના properties:
Infectivity
Pathogenicity
Virulence
Invasiveness
2. Host Factor
Host એટલે organism જેમાં disease develop થાય છે.
Host factors disease susceptibility અને resistance પર અસર કરે છે.
Important host factors:
Age
Sex
Genetic constitution
Immunity level
Nutritional status
Occupation
Lifestyle habits
Psychological condition
Host resistance અને immunity disease occurrence માટે મહત્વપૂર્ણ છે.
3. Environmental Factor
Environment disease occurrence માટે favourable conditions create કરે છે.
Environment ના મુખ્ય components:
Physical environment
Climate, temperature, humidity, housing, water supply વગેરે.
Biological environment
Microorganisms, insects, animals અને plants.
Social environment
Socioeconomic status, education, culture, customs, occupation વગેરે.
Environmental sanitation અને living conditions disease spread પર મોટી અસર કરે છે.
Natural History of Disease
Natural history of disease એટલે disease development નો complete process without medical intervention.
Disease development બે main phasesમાં divide થાય છે.
(1)Pre-pathogenesis phase
(2)Pathogenesis phase
1. Pre-pathogenesis Phase
આ phase માં disease develop થયું નથી પરંતુ conditions disease development માટે favourable હોય છે.
Agent, host અને environment વચ્ચે interaction શરૂ થાય છે.
આ stage disease prevention માટે સૌથી મહત્વપૂર્ણ stage છે.
Primary prevention measures આ stageમાં effective હોય છે.
2. Pathogenesis Phase
આ stage માં disease process શરૂ થાય છે.
Pathogenesis phaseમાં several stages હોય છે.
Stage of subclinical disease
Disease bodyમાં develop થવાનું શરૂ થાય છે પરંતુ symptoms દેખાતા નથી.
આ stageમાં incubation period અથવા latent period હોય છે.
Stage of clinical disease
Disease signs અને symptoms દેખાવા લાગે છે.
Diagnosis અને treatment આ stageમાં શરૂ થાય છે.
Stage of outcome
Disease outcome નીચે મુજબ હોઈ શકે:
Complete recovery
Partial recovery
Disability
Death
Disease Cycle (Chain of Infection)
Disease transmission processને Disease cycle અથવા Chain of infection કહેવામાં આવે છે.
Disease cycleના મુખ્ય components નીચે મુજબ છે.
Infectious agent
Reservoir
Portal of exit
Mode of transmission
Portal of entry
Susceptible host
આ chainના કોઈપણ step break કરવામાં આવે તો disease transmission control થઈ શકે છે.
1. Infectious Agent
Disease cause કરનાર microorganism.
Agent ના characteristics disease transmission અને severity પર અસર કરે છે.
2. Reservoir
Reservoir એ place અથવા host છે જ્યાં infectious agent normally રહે છે અને multiply થાય છે.
Reservoir disease persistence માટે મહત્વપૂર્ણ છે.
Reservoir types:
Human reservoir
Animal reservoir
Environmental reservoir
3. Portal of Exit
Agent bodyમાંથી બહાર નીકળવાનો route.
Common portals:
Respiratory tract
Gastrointestinal tract
Skin lesions
Blood
Genitourinary tract
Mode of Transmission
Agent એક host થી બીજા host સુધી કેવી રીતે પહોંચે છે તે transmission કહેવાય.
Transmission બે મુખ્ય પ્રકારનું હોય છે.
(1)Direct transmission
Agent સીધો person to person spread થાય છે.
(2)Indirect transmission
Agent intermediate vehicle અથવા vector દ્વારા spread થાય છે.
Transmission routesમાં air, water, food, vectors અને contaminated objectsનો સમાવેશ થાય છે.
5. Portal of Entry
Agent bodyમાં પ્રવેશ કરતો route portal of entry કહેવાય.
Portal of entry ઘણીવાર portal of exit સાથે સમાન હોય છે.
6. Susceptible Host
Disease develop કરવા માટે host susceptible હોવો જોઈએ.
Host susceptibility immunity, nutrition, age અને general health condition પર આધારિત હોય છે.
Uses of Epidemiology
Epidemiology public health અને community health nursingમાં મહત્વપૂર્ણ role ભજવે છે.
Main uses નીચે મુજબ છે:
1. Study of disease trends
Disease incidence અને prevalence patterns સમજવામાં મદદ કરે છે.
2. Identification of risk factors
Disease development માટે જવાબદાર determinants શોધવામાં મદદ કરે છે.
3. Planning health services
Health care resourcesનું proper distribution અને planning કરવામાં મદદ કરે છે.
4. Evaluation of health programmes
National health programmesની effectiveness assess કરવામાં મદદ કરે છે.
5. Disease prevention and control
Preventive strategies develop કરવામાં epidemiological data ઉપયોગી છે.
Role of Nurse in Epidemiology
Community health nurse epidemiological activitiesમાં મહત્વપૂર્ણ role ભજવે છે.
1. Health assessment
Community health problems identify કરવા માટે data collection કરવું.
2. Disease surveillance
Disease occurrence monitor કરવું અને report કરવું.
3. Early detection of disease
Screening અને early diagnosis દ્વારા disease identify કરવું.
4. Health education
Community લોકોને disease prevention વિશે શિક્ષિત કરવું.
5. Participation in health programmes
National health programmesના implementationમાં સહભાગી થવું.
6. Prevention and control measures
Sanitation, immunization અને health promotion activities promote કરવી.

Comments